EMAIL

contact@satgamsamaj.com

Call Now

+91 9106241846

Event

View All
  • 21
  • Apr 2024
કરિયર ગાઈડન્સ સેમિનાર - 2024
  • 06:00 pm
  • શ્રી સાત ગામ નાગરીક પ્રગતિ મંડળ હોલ, ભૂમિ ડુપ્લેક્સની બાજુમા, ડાયમંડ માર્કેટ, માલગોડાઉન રોડ,મહેસાણા 384002

પ્લસ વન મહેસાણા હવે થશે કારકિર્દીમાં પણ નંબર વન! કારણકે, સાત ગામ નાગરિક પ્રગતિ મંડળ અને પ્લસ 1 ગ્લોબલના સહયોગથી મહેસાણામાં યોજવા જઇ રહ્યો છે, ફ્રી કરિય... ગાઈડન્સ સેમિનાર ,’ધોરણ-12 સાયન્સ (B Group) પછી શું?’ ? ધોરણ ???? ??????? (?) ??? ????-?? પછી શું❓ ?શું તમારે મેડિકલમાં અભ્યાસ કરવો છે ? ? *ફ્રી કેરીયર ગાઈડન્સ સેમિનાર #MEHSANARead More

  • 07
  • Jan 2024
સત્તાવીસમુ વાર્ષિક સ્નેહ મિલન સંમેલન
  • 08:30 am
  • વિમલ પાર્ટી પ્લોટ. મોઢેરા ચાર રસ્તા, મહેસાણા

ઉમિયા માતાની અસીમ કૃપાથી નૂતન વર્ષની શુભકામનાઓ સહ અનેરા આનંદની સ્મૃતિઓને તાજી કરવાના અવસરકાજે સહર્ષ જણાવવાનું કે. શ્રી સાત ગામ નાગરિક પ્રગતિ મંડળ, મહે...સાણા તેની વિવિધ સામાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સફળ આયોજન વડે સામાજીક ઉત્કર્ષની દિશામાં આગેકૂચ કરતા પચ્ચીસમા વર્ષની પૂર્ણતા સાથે છવ્વીસમા વર્ષની વધામણી કરે છે.Read More

Notice Board

View All
2380

Total Families

12551

Total Members

6599

Total Male

5952

Total Female

લેખ / વાર્તાઓ

07 Jan
8

હું થોડોક કાચ જેવો અને થોડોક અરીસા જેવો છું! …

દુનિયા કે હર ઇક જર્રે સે ઘબરાતા હૂં, ગમ સામને આતા હૈ જિધર જાતા હૂં, રહતે હુએ ઇસ જહાં મેં મુદ્દત ગુજરી, ફિર ભી અપને કો અજનબી પાતા હૂં. – અમજદ હૈદરાબાદી ફ...ોટો સારો આવતો હોય એની ‘ઇમેજ’ સારી જ હોય એવું જરૂરી નથી. દરેક માણસ સાથે એની ‘ઇમેજ’ જોડાયેલી હોય છે. દરેકને ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હોય છે કે હું કેવો છું? અથવા તો હું કેવી છું? પોતાનું તટસ્થ મૂલ્યાંકન કરવું સહેલું નથી. પોતે જે કરતા હોય છે એ મોટાભાગના લોકોને સાચું લાગતું હોય છે. સાચું ન લાગતું હોય તો એવું એ કરે જ નહીં. હા, ઘણાં એવું કહેતા હોય છે કે હું જે કરું છું એવો હું છું નહીં. મારે આ કરવું પડે છે. મારી મજબૂરી છે, લાચારી છે, બીજો કોઈ વિકલ્પ નથી એટલે મારે આવું કરવું પડે છે એમ પણ ઘણા લોકો કહેતા હોય છે. વિકલ્પ તો હોય જ છે, પણ એ ફાયદાકારક હોતો નથી એટલે છેલ્લે માણસ ‘ડેસ્ટીની’ ગણીને જે કરતા હોય એ કરતા રહે છે. પોતાની જાત સાથે ઓનેસ્ટ રહેવું અઘરું છે. દરેક માણસને ઈશ્વરે બુદ્ધિ આપી છે. બુદ્ધિમાં કેટલી શુદ્ધિ હોય છે? દરેક પોતાની ક્ષમતા અને શક્તિ મુજબ બુદ્ધિનો ઉપયોગ કરે છે. ફાયદો, લાભ, નફો મળે એવું કામ આપણે કરતા રહીએ છીએ. કંઈ ખોટું નથી. સવાલ એ છે કે એ કયા રસ્તે આવે છે? માણસ બેઝિકલી સુખવાદી છે. એને સુખ જોઈએ છે. સુખ શોધવામાં એ ઘણી વખત ખોટા એટલે કે દુ:ખના માર્ગે ચડી જાય છે. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને મજા આવતી નથી. મજા આવે એવો કંઈક રસ્તો બતાવો. સંતે કહ્યું કે, પહેલાં તું મને એ કહે કે તારી મજાનો મતલબ શું છે? શું થાય તો તને મજા આવે? મને જે રીતે મજા આવે એ જ રીતે તને મજા આવે એ જરૂરી નથી. મને તો પ્રભુના ભજનમાં મજા આવે છે, સાધના કરવામાં આનંદ આવે છે, પક્ષીનો કલરવ સાંભળીને મારું મન પુલકિત થઈ જાય છે. ઊગતા સૂરજને જોઈને મને કોઈ પુષ્પ ખીલતું હોય તેવો અહેસાસ થાય છે. સાંજે સંધ્યા ખીલે ત્યારે કુદરત રંગોળી સર્જતી હોય તેવું લાગે છે. મારી મજાની વ્યાખ્યા જુદી છે. મારું સુખ જુદું છે. તારી મજા, તારું સુખ શું છે? એની સાથે જ મહત્ત્વનો સવાલ એ છે કે તારી મજા કેવી છે? તારું સુખ કેવું છે? ઘણાને મદિરાપાનમાં મજા લાગે છે. ઘણાને જુગારમાં આનંદ મળે છે, ગુનાખોરીમાં ઘણાને રોમાંચ થાય છે. આપણે સાધનો અને સંપતિમાં જ મજા મળતી હોવાનું માનીએ છીએ. મજા મનમાં હોવી જોઈએ. મજા સાત્ત્વિક હોવી જોઈએ. રજસ અને તમસ વચ્ચેનો તફાવત જાણે એ જ મજા અને સુખને સારી રીતે સમજે છે. તું કેવો છે તેની છાપ લોકોમાં એનાથી જ ઊભી થવાની છે કે તું મજા કેવી રીતે કરે છે? તમને ખબર છે કે લોકોમાં તમારી છાપ કેવી છે? ઘણા લોકો એમ કહે છે કે લોકો મારા વિશે શું માને છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. માણસ ભલે આવી વાત કરતો હોય, પણ તેને ફરક પડતો હોય છે. બધાને અંદરખાને ક્યાંક ને ક્યાંક એવું તો હોય જ છે કે લોકો મને સારો કહે. લોકો મને આદર આપે. લોકો મને માનથી જુએ. લોકો આવું કરે પણ ખરા, પણ એના માટે સારા બનવું પડે, આદરપાત્ર થવું પડે. છાપ એમ ને એમ ઊભી થતી નથી. લોકો પાસે તેનાં કારણો હોય છે. એ કારણો સાચાં જ હોય એવું જરૂરી નથી, પણ સાવ ખોટા પણ હોતા નથી. આમ તો દુનિયામાં એવા પણ લોકો છે જ જેને પોતાની છાપ સારી ન હોવા છતાં ગમતી હોય છે. એક ક્રિમિનલ હતો. તેના વિસ્તારમાં તેની ધાક હતી. લોકો તેના નામથી ડરતા હતા. એક વખત તેના મિત્રએ કહ્યું કે, તને ખબર છે, તારી છાપ કેવી છે? ક્રિમિનલે કહ્યું કે મને બરાબર ખબર છે કે લોકો મારા વિશે શું માને છે અને કેવું બોલે છે. મને માથાભારેની છાપ ગમે છે. મારાથી બધા ડરે એ મને ગમે છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે તો પછી તું ગરીબ લોકોને મદદ કરવા શા માટે દોડે છે? તું ભલે ગમે તે કહે, પણ તું એવું જ ઇચ્છે છે કે થોડાક લોકો તારા વિશે એવી વાત કરે કે તું સાવ ખરાબ માણસ નથી. તારામાં પણ માણસાઈ જેવું છે. તારે સારા દેખાવું છે અને તારે જ તારી જાતને આશ્વાસન આપવું છે કે હું સાવ ખરાબ માણસ નથી. બદમાશ અને લુચ્ચા લોકોએ સારા દેખાવવા માટે સૌથી વધુ મહેનત કરવી પડે છે. સારા માણસોએ એવું કરવું પડતું નથી, કારણ કે તે સારા જ હોય છે. કેટલા માણસો એવા છે જે કહી શકે કે હું થોડોક કાચ જેવો અને થોડોક અરીસા જેવો છું. હું બંધ પડીકા જેવો નથી. હું તાળું મારેલી તિજોરી જેવો નથી. હું ખુલ્લી કિતાબ જેવો છું. કાચની જેમ મને આરપાર જોઈ શકાય છે. હું જેવો છું એવો જ દેખાઉં છું. હું અંદરથી જુદો અને બહારથી અલગ નથી. હું મારી અંદર બે માણસને જિવાડી શકતો નથી. ઘણા લોકો દેખાતા હોય છે જુદા અને હોય છે તદ્દન અલગ. એણે પોતાનામાં એક બીજો માણસ સાચવી રાખ્યો હોય છે. પોતાની અનુકૂળતા મુજબ એ એનો ઉપયોગ કરતો રહે છે. એક માણસ એ હોય છે જે અજવાળામાં દેખાય છે અને બીજો એ હોય છે જે અંધારામાં જાગે છે. માણસ રંગ બદલે છે બદલાયેલો રંગ દેખાતો નથી, પણ વર્તાતો હોય છે. માણસ ગમે એટલી મહેનત કરે, પણ છેલ્લે તો એ જેવો હોય એવો ઓળખાઈ જાય છે. ઓરિજિનાલિટી ક્યારેય છુપાતી નથી. કોઈ લાંબા સમય પછી તો કોઈ થોડાક સમયમાં વર્તાઈ આવે છે. ઘણા એવા માહેર હોય છે જે ઘડીકમાં ઓળખાતા નથી. દુનિયા સાથે તો ઘણા છેતરપિંડી કરતાં હોય છે, ઘણાં તો પોતાના લોકો સાથે પણ ચાલાકી કરતા હોય છે. એક યુવાન સાથે તેના મિત્રએ દગો કર્યો. છૂટા પડતી વખતે તેણે મિત્રને કહ્યું કે, મારી જિંદગીમાં તું કંઈ એવી પહેલી વ્યક્તિ નથી જેણે મારી સાથે દગો કર્યો હોય. અનેક લોકોએ મને છેતર્યો છે, મારો લાભ ઉઠાવ્યો છે, મને મૂરખ બનાવ્યો છે એ લોકોનું મને દુ:ખ નથી, કારણ કે એ લોકો મારા કંઈ હતા જ નહીં. તારું દુ:ખ એટલા માટે છે, કારણ કે મેં તને મારો મિત્ર માન્યો હતો. તારા પર ભરોસો મૂક્યો હતો. મને નુકસાન થયું એનો મને ગમ નથી, પણ તને ઓળખવામાં હું ખોટો પડ્યો તેની વેદના છે. માણસથી ખોટું બે રીતે થઈ જતું હોય છે. એક તો ભૂલથી આપણાથી ઘણી વખત ન થવાનું થઈ જતું હોય છે, બીજું ઇરાદાપૂર્વક ખોટું થતું હોય છે. પહેલું હજુ માફીલાયક હોય છે, બીજું કોઈ પણ રીતે યોગ્ય હોતું નથી. ઇમેજનું એવું પણ છે કે ઘડીકમાં બદલાતી નથી. સારું થવું અઘરું નથી, પણ એ માટે સારા રહેવું પડે છે. આપણે સારા હોઈએ તો બીજું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જેવા હોઈએ એવા ઓળખાઈ જ જવાના છીએ!

Read More
07 Jan
8

તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? …

તુફાનોમાં ફક્ત તેઓ તરીને પાર નીકળે છે, ફરી વળતું નથી જે લોકોની હિંમત ઉપર પાણી. – બરકત વિરાણી ‘બેફામ’ જિંદગી આંખોમાં સપનાં આંજીને આવે છે. સુખનું સપનું. ...સ્નેહનું સપનું. સફળતાનું સપનું. સાધનોનું સપનું અને સપનાને સાર્થક કરવાનું સપનું. સપનાં વગરનો માણસ હોઈ ન શકે. જે સપનાં નથી જોતો એ જાગતો હોય તો પણ સુષુપ્ત હોય છે. માણસ પથ્થર નથી. માણસ પર્વત નથી. માણસ જંગલ છે. આ જંગલ ખીલતું, ઊગતું,ઊઘડતું અને ઝઝૂમતું રહે છે. જ્વાળામુખી પણ એક સપનું છે જે પર્વતને ફાડીને બહાર આવે છે. આપણી અંદર પણ એક જ્વાળામુખી હોય છે. સતત ભભૂકતો જ્વાળામુખી. જ્વાળામુખીનું સત્ય વિસ્ફોટ છે. સપનાનું સત્ય વિસ્મય છે. તમારાં સપનાં શું છે? આ સવાલ જો કોઈ તમને કરે તો તમે શું જવાબ આપો? ઘણા પાસે તો લાંબું લિસ્ટ હોય છે. હોવું જ જોઈએ. સપનાં તો જિંદગીનું સત્ય છે. સપનાં તો જિજીવિષા છે. સપનાં ન હોય તો માત્ર શ્વાસ રહે છે, જિંદગી નહીં. સપનાનો પનો લાંબો હોવો જોઈએ. ઘણા લોકો મોત આવે એ પહેલાં મરી જતા હોય છે, કારણ કે એનાં સપનાં મરી ગયાં હોય છે. હાલવું, ચાલવું અને જીવતાં રહેવું એક વાત છે અને થનગનતાં રહેવું એ બીજી વાત છે. એક યુવાનની વાત છે. તેણે બચપણથી થોડાંક સપનાં જોયાં હતાં. એક સરસ મજાનું ઘર હોય, ઘરમાં બધી સગવડ હોય, સારી કાર હોય,પ્રેમાળ પત્ની હોય, સમજું સંતાનો હોય અને એક સારી જોબ હોય. ઘણાં સપનાં ધાર્યાં કરતાં વહેલાં પૂરાં થઈ જતાં હોય છે. નાની ઉંમરમાં જ તેનાં આ બધાં સપનાં પૂરાં થઈ ગયાં. એ ધીમે ધીમે હતાશ થવા લાગ્યો. મારાં સપનાં તો પૂરાં થઈ ગયાં. હવે શું? કોઈ ઉકેલ મળતો ન હતો. એ યુવાન એક સંત પાસે ગયો. સંતને કહ્યું, મારાં સપનાં તો પૂરાં થઈ ગયાં. હવે મારે શું કરવું? મને જીવવાનું કોઈ કારણ આપો. સંતે હસીને કહ્યું, જરાયે મુશ્કેલ નથી. તું બસ, તારાં સપનાં વધારી દે. સપનાંને થોડાંક મોટાં કરી દે. આપણે ઘણી વખત જેને મંજિલ સમજી લેતા હોઈએ છીએ એ માત્ર એક મુકામ હોય છે. દરેક માણસ પોતાની ક્ષમતા મુજબ સપનાં જોતો હોય છે. આપણે ઘણી વખત આપણી ક્ષમતાને આંકવામાં જ ભૂલ કરી લેતાં હોઈએ છીએ. પોતાની જાતને અંડરએસ્ટીમેટ કરવા જેવી ભૂલ બીજી કોઈ નથી. ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, મેં તો સપનામાં પણ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું અહીં સુધી પહોંચી શકીશ! આપણે ક્યારેય તેને એવું નથી કહેતા કે, તેં સપનાં જોવામાં ભૂલ કરી હતી. તેં કેમ અત્યારે છો એ સપનું નહોતું જોયું? ચલો, કંઈ વાંધો નહીં, હજુ નવું સપનું જો કે તું ક્યાં સુધી પહોંચી શકે તેમ છે! અમુક લોકો એંસી-નેવું વર્ષે પણ એક્ટિવ હોય છે. એને કામ કરતાં જોઈને આપણને આશ્ચર્ય થાય છે. એ લોકો કેમ આટલી મોટી ઉંમરે પણ આટલું બધું કામ કરી શકે છે? કારણ કે એણે એનાં સપનાંને મરવા નથી દીધાં. ઘણા વૃદ્ધો કહે છે કે, આપણે તો ‘પરવારી’ ગયા! પરિવારનાં કામો પતે એટલે પરવારી જવાનું? એક વૃદ્ધે સરસ વાત કરી હતી કે, મેં પરિવારની જવાબદારીઓ પૂરી કરી લીધી, હવે હું મારી જવાબદારી પૂરી કરીશ. મારી જાત સાથે પણ મારી કોઈ જવાબદારી છે. થોડાંક સપનાં બાકી છે, થોડીક ઇચ્છાઓ અધૂરી છે, થોડુંક જીવવાનું બાકી છે, એ હવે પૂરું કરીશ. યંગસ્ટર્સ તો સપનાનો જીવતો-જાગતો જથ્થો હોવો જોઈએ. એક બાળક માટીમાં રમતો હતો. એક વડીલે તેને પૂછ્યું કે, તું શું કરે છે?બાળકે કહ્યું કે, હું સપનાં વાવું છું. મારા ટીચર કહેતા હતા કે વાવીએ એ ઊગે. વડીલે પૂછ્યું, તેં કેવાં સપનાં વાવ્યાં છે? નિર્દોષ બાળકે કહ્યું કે,ઊગે ત્યારે જોજો. તમારાં બાળકોને તમારે સંસ્કારો આપવા છે? તો એને સપનાં જોતાં શીખવાડો. ઉઘાડી આંખનાં સપનાં એની આંખમાં રોપો અને તેને એવો વિશ્વાસ આપો કે દરેક સપનામાં ઊગવાની તાકાત હોય છે, તારે બસ એ સપનાંને સીંચતા જવાનાં છે. સફળ થવા માટે સપનાંને સ્વભાવ બનાવો. સપનાંને સાકાર કરવા સાધના કરો. માત્ર સપનાં જોવાં એ શેખચલ્લીવૃત્તિ છે. સપનાંને પકાવવાં પડે છે. પરસેવો સપનાંને સિંચે છે. મહેનત સપનાંને મહેકાવે છે. ધગશ સપનાંને ધાર્યા મુકામ પર પહોંચાડે છે. આળસુ લોકો દરરોજ સપનાની હત્યા કરે છે. એક યુવાન અને તેની પ્રેમિકા વાતો કરતાં હતાં. પ્રેમિકાએ પૂછ્યું, તારાં સપનાં શું છે? પ્રેમીએ એક પછી એક સપના ગણાવવા માંડ્યા. પ્રેમિકાએ કહ્યું, સારી વાત છે. હવે તું મને એ કહે કે આ સપનાં પૂરાં કરવા માટે તું શું કરે છે? આટલાં બધાં સપનાં એમ ને એમ તો પૂરાં નહીં થવાનાં. પહેલા તું એક સપનાને તો પૂરું કર, પછી બીજા સપનાની વાત કરજે. તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? એના પછી નક્કી કર કે કરવું છે કેવી રીતે? સપનાને શાર્પનેસ હોવી જોઈએ. આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે માત્ર સપનાં જોઈએ છીએ. સપનાં જોવાની સાથે સપનાને સાર્થક કરવાની સતર્કતા જોઈએ. જિંદગી વિશે કહેવાય છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ. ગો વિથ ધ ફ્લો. સાચી વાત છે. જિંદગીને વહેવા દો, પણ એનું વહેણ તમે જ નક્કી કરો. ક્યાંથી ટર્ન આપવો છે, કેવી રીતે ટર્ન આપવો છે અને ફાઇનલી ક્યાં પહોંચવું છે. દરેક ઝરણા પણ નદી સુધી પહોંચતા નથી. દરેક નદીના નસીબમાં પણ સાગરમાં સમાવવાનું હોતું નથી. કેટલાંય ઝરણાં અને નદી વચ્ચે જ સુકાઈ જાય છે અથવા તો શોષાઈ જાય છે. તમે નક્કી કરો કે મારાં સપનાંને સૂકવવા નહીં દઉં, મારી જિંદગીને એળે જવા નહીં દઉં. મારી ઇચ્છાને અધૂરી રહેવા નહીં દઉં. થાકો નહીં. હારો નહીં. કંટાળો નહીં. ઘણી વખત આપણે બેસી જતાં હોઈએ છીએ તેનાથી આપણી મંજિલ એક ફલાંગ જ દૂર હોય છે. એક તરવૈયો હતો. હંમેશાં અવ્વલ જ હોય. એક વખતે તેને પુછાયું કે તું મધદરિયે હોય ત્યારે શું વિચારે છે? તેણે કહ્યું કે, માત્ર એટલું જ કે કિનારો હવે દૂર નથી. હમણાં મારો હાથ કિનારાને આંબી જશે. હમણાં હું કિનારે પહોંચીને દરિયાને કહીશ કે તારામાં મારાં સપનાંને ડુબાડવાની તાકાત નથી. તું ભલે ગમે તેટલો ઊંડો અને અગાધ હોય, હું તારા સકંજામાં આવવાનો નથી. બાથ ભીડવાની મારામાં હામ છે. તારો પડકાર ઝીલવાની તૈયારી છે અને ઝંપલાવવાનું ઝનૂન છે. કોઈ ઇમારત એક ઈંટની ચણાતી નથી. કોઈ સપનું એક ઝાટકે સાકાર થતું નથી. સતત અને સખત સંઘર્ષ જ સફળતા સુધી દોરી જાય છે. સપનું જેટલું મોટું, મહેનત એટલી વધુ. સપનાને નજર સમક્ષ રાખવું પડે છે. સાથોસાથ એ તકેદારી રાખવી પડે છે કે ‘ડાયવર્ટ’ ન થઈ જવાય. રસ્તો ભૂલી ન જવાય કે રસ્તો ચૂકી ન જવાય. તમારાં સપનાં ઉપર તમારો અધિકાર છે અને કોઈ અધિકાર એમ ને એમ મળતો નથી. અધિકાર માટે અધિકૃત થવું પડે. છેલ્લો સીન: લોકોને આપણા માટે સારું બોલવાની ફરજ પાડવાનો એક માત્ર માર્ગ સારું કાર્ય કરવાનો છે. –વોલ્ટેર

Read More
25 Dec
8

આનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…

લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતા...ી આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે! * હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે! * હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે! * સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. * ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી! * સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!! * પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! * પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે… * દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ…. દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? * દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ….. દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે… !! * દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો…! * દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન…. * એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી….. * દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ માં સતત વસેલી વસંત… * દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું….. * દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ…. દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર…

Read More